વિશ્વામિત્રી રીસેક્સનીંગ અને રિજુનીવેશન પ્રોજેક્ટ


વિશ્વામિત્રી નદી એ ઢાઢર નદીની શાખા છે અને પંચમહાલ જીલ્‍લામાં આવેલ પવાગઢની ટેકરીઓમાંથી ઉદ્દગમ પામી ઢાઢર નદીમાં સમાઇ જાય છે. વિશ્વામિત્રી નદીની કુલ લંબાઇ ઉદ્દગમ સ્‍થાનની ઢાઢર નદીમાં પીંગલવાળા પાસે મળતાં સુધીની ૭૦.૪૦ કી.મી.ની લંબાઇમાં છે. વિશ્વામિત્રી નદીનો પુલ કેચમેન્‍ટ વિસ્‍તાર ૧૧૮૩.૬૮૯ ચો.મી. છે. જે પૈકી ૫૭૦.૪૨ ચો.મી. કેચમેન્‍ટ વિસ્‍તાર વડોદરા શહેરના સીટી બ્રીજ સુધીનો છે. વિશ્વામિત્રી નદીની મુખ્‍ય બે ટ્રીબ્‍યુટરી નામે (૧) સુર્યા નદી અને (૨) જાંબુઆ નદી છે. સુર્યા નદી સીટી બ્રીજની અપ સ્‍ટ્રીમમાં ૧૧.૨ કી.મી. પાસે વિશ્વામિત્રી નદીને મળે છે. સીટી બ્રીજ ગેજ સ્‍ટેશન પાસે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીએ વહન ક્ષમતા ૬૫૬ કયુમેક્સની છે.

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અંદાજીત ૨૬.૮૦ કી.મી. ની લંબાઇ ધરાવે છે. વિશ્વામિત્રી નદી શહેરમાં સમા પાસે આવેલ વડોદરા બ્રાંચ કેનાલ પાસેથી પ્રવેશી કાલાઘોડા થઇ કલાલી વડસર ફાટક પાસેથી વહે છે. જેના ઉપર હાલમાં જુદા-જુદા દબાણો, નદીની મૂળ પહોળાઇમાં અડચણો અને અવરોધો છે. ટૂંકમાં આ નદી શહેરી વિસ્‍તારમાંથી પસાર થતાં ઠેક ઠેકાણે વળાંક (બોટલને) ધરાવે છે. નદી કિનારે કેટલા વસ્‍તારોમાં ઝુપડપટ્ટીના પોકેટ આવેલા છે. જેમાંથી વપરાશનું ડ્રેનેજનું પાણી, નદીમાં સીધુ છોડવામાં આવે છે. આ ઉપરાંત નદીની આજુબાજુ આવેલા કેટલા પંપીગ સ્‍ટેશનો વર્ષો જુના હોઇ, મીકેનીકલ ખામીના કારણે બંધ થાય છે. તેવા સંજોગોમાં ડ્રેનેજનું સીધુ પાણી ટેમ્‍પરરી ધોરણે નદીમાં છોડવામાં આવે છે. લગભગ ૨૬.૮૦ કી.મી.ની લંબાઇ હોઇ અને શહેરમાંથી પસાર થતી હોઇ, નાગરિકો, સોસાયટીના રહીશો તેમજ ઔદ્યોગિક સંસ્‍થાઓ દ્વારા પણ કેટલાક સ્‍થળો પર ઘન કચરો નાંખી દેતા હોય છે. તેના કારણે વિશ્વામિત્રી નદીનો પટ સાંકડો થવાથી પ્રવાહને અવરોધ રૂપ થાય છે. નદીની બંને બાજુએ કેટલાક વિસ્‍તારમાં ઝુપડપટ્ટી હોઇ, રહીશો દ્વારા અવર-જવર માટે નદીમાં પાઇપો વિગેરે નાંખીને કામચલાઉ અવર-જવરનો રસ્‍તો બનાવતાં પ્રવાહ અવરોધાય છે.

આમ,ઉપરોક્ત પાસાને ધ્‍યાને લઇ વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. વિશ્વામિત્રી નદીના રિસેક્સનીંગ અને રિજુનીવેશન કરવાના સદર કામમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવાનું હાલ વિચારણાં હેઠળ છે.

 • મીટીગેશનઃ

  વિશ્વામિત્રી નદીમાં આવતા પુરના કારણે વડોદરામાં દર વર્ષે ખુબજ નુકશાન થાય છે. જેને ધ્‍યાને લઇને વિશ્વામિત્રી નદીને કાલાઘોડા બ્રીજને રેફરન્‍સ લઇને મોડલ સ્‍ટડી કરીને તથા અન્‍ય સર્વે કરીને નદીના સેકશનની ડિઝાઇન કરવાની જેથી નદીમાં આવતું પુર શહેરમાંથી સરળતાથી પસાર થઇ શકે.

 • મલીન જળને આવતું બંધ કરવા માટેઃ

  નદીમાં કેટલીક જગ્‍યાએથી મલીન જળ, ઔદ્યોગિક જળ છોડવામાં આવે છે જેને આઇડેન્‍ટીફાઇડ કરીને પર્યાવરણને ધ્‍યાને લઇને નદીમાં ચોખ્ખુ પાણી આવે તે મુજબ આયોજન છે.

 • સ્‍લમ રિલોકેશનઃ

  નદી કિનારે કુલ સાત પોકેટમાં આવેલ આશરે ૪૫૦૦ જેટલા ઝુપડાં વિગેરેના દબાણો દૂર કરીને ઝુપડપટ્ટીને અલગ સ્‍થળે વસાવવાનું આયોજન પણ છે.

 • ટ્રી-પ્લાન્‍ટેશનઃ

  ફતેગંજથી સયાજી હોટલ સુધી મોટાભાગની નદી સયાજીબાગ (કમાટીબાગ) માંથી પસાર થાય છે. આ નદીની બંને ધારે બાગ અને પ્રાણી સંગ્રહાલય આવેલ છે. આ ઉપરાંત નદીની બંને ધારો સુરક્ષિત હોઇ કુદરતી ગાઢ વનીકરણ વિસ્‍તાર છે. નરહરી બ્રીજથી કાલાઘોડા બ્રીજ સુધીના વિસ્‍તારમાં ભીમનાથ મંદીર, રીંછખાના તથા વાઘખાના પાછળથી પ્‍લેનેટોરીયમ સુધી વૃક્ષારોપણ કરવા માટે અંદાજીત પચ્ચીસ હજાર ચો.મી.માં અંદાજીત ૨૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ થઇ શકે તેમ છે.

 • વોક-વે/જોગીંગ ટ્રેકઃ

  ફેસીંગ કરેલ જગોની સમાંત્તર બંને બાજુએ જોગીંગ ટ્રેક/વોક-વે વિકસાવવાનું આયોજન જોતાં બંને બાજુ ૧.૫૦ મીટીરની પહોળાઇમાં જરૂરી લેવલીંગ, ફાઉન્‍ડેશન તથા પેવીંગ બ્‍લોક્સનો ઉપયોગ કરી ૪૦૦૦ રનીંગ મીટરનો જોગીંગ ટ્રેક/વોક-વે બનાવવાનું આયોજન છે.

 • એક્વેટીક લાઇફઃ

  નદીમાં વસતા મગરો તથા અન્‍ય જળચર પ્રાણી માટે નદીમાં જરૂરીઆત મુજબનું પાણીનું લેવલ જાળવી રાખવા માટે નદીમાં કેટલીક જગોએ ચેકડેમ બનાવવાનું આયોજન હાથ ધરેલ છે.

 • ક્રોકોડાઇલ પાર્કઃ

  ફતેગંજથી સયાજી હોટલ વચ્ચેના નદીના ભાગમાં ક્રોકોડાઇલ પાર્ક વિકસાવવા માટેના મુખ્ય બે મહત્‍વના સ્‍પોટસ છે. જેમાં સયાજીબાગની અંદર નદી ઉપર આવેલ બ્રીજની પૂર્વ તથા પશ્ચિમ બાજુએ મગરોનો હાલ વ્‍યાપ હોઇ તથા પ્લેનેટોરીયમના પાછળનો ભાગ ક્રોકોડાઇલ પાર્ક માટેના આઇડીયલ સ્‍પોટસ હોઇ સદર બંને જગોએ નદીને અંદાજીત ૬૫૦ રનીંગ મીટરની લંબાઇમાં તથા ૧.૨૦ મી. ની ઊંડાઇનું લેવલીંગ, પાર્કની સુરક્ષિતતા માટે ચેઇન લીંક ફેન્‍સીંગ, રબર પીચીંગ, ફીડીંગ સ્‍પોટ, વોચ ટાવર/વ્‍યુ પોઇન્‍ટ, પાણીનું લેવલ જાળવવા માટે નાના વીયર વિગેરે બનાવવાનું આયોજન છે.

 • કૉઝ-વે તથા સ્‍ટ્રેન્‍ધનીંગ ઓફ બ્રીજઃ

  નદીમાં મહારાજાનગર, ઝુલતા પુલ પાસે તથા જાગનાથનગર પાસે સયાજી હોટલ થી મુજમહુડા સુધીના પટમાં લોકોએ અવર-જવર માટે પાઇપો નાંખી રસ્‍તા બનાવેલ છે. જેના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય છે અને મચ્છર વિગેરેનો ઉપદ્રવ થાય છે. બંને સ્‍થળોએ લો લેવલ કૉઝ-વે બનાવવા જરૂરી છે તથા આ ઉપરાંત નદી ઉપર કુલ ૧૩ બ્રીજ આવેલ છે. જેમાં બ્રીજના સેકશનમાં સ્‍ટ્રેન્‍ધનીંગ કરીને નદીનો ફ્લો પસાર થાય તે મુજબના બ્રીજમાં જરૂરી સુધારા-વધારા કરવા જરૂરી છે.

  આમ, વિશ્વામિત્રી રીવર બ્યુટીફીકેશન તેમજ કાંઠા વસ્‍તારોને વિકસાવવાનો કુલ અંદાજીત ખર્ચ ` ૨૦૦.૦૦ કરોડની વિગતો નીચે ટેબલમાં દર્શાવ્‍યા મુજબની છે.

  અ.નં. વિગત અંદાજીત ખર્ચ ` કરોડમાં
  ૧. નદી કિનારે આવેલ સ્‍લમને (અંદાજે ૪૫૦૦) રીલોકેશન કરવા માટે નવિન વસાહતનું (કલાલી ખાતે Under BSUP, including land cost) નિર્માણાધીન પેટે થયેલ અંદાજીત ખર્ચ ૨૫૦.૦૦
  કુલ ` કરોડમાં૨૫૦.૦૦
  અ.નં. વિગત અંદાજીત ખર્ચ ` કરોડમાં
  ૧. સિવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટસ તથા આડબંધ બનાવવા ૮૦.૦૦
  ૨. હયાત પુલોનું નવિનીકરણ (સમા અને કાલાધોડા પુલ) ૧૧૦.૦૦
  ૩. નેચરલ હેબીટેટ પાર્ક (ક્રોકોડાઇલ પાર્ક) ૧૦.૦૦
  કુલ ` કરોડમાં૨૦૦.૦૦